Friday 11 October 2013

મારા જુના પેશન્ટ નીલાબેન , એમની દીકરી ને લઈને આવ વાના હતા , પછી એમનો ફોન આવ્યો કે હું એકલી જ પહેલા આવીને મળી જાઉં છું , મેં કહ્યું વાંધો નથી પણ પેશન્ટ ને જોયા વગર હું દવા નહિ કરું . મને કહે સારું!
                 નીલાબેન આવ્યા પણ થોડી વાર બેસી પછી કઈ બોલે નહિ પછી મેં પૂછ્યું શું થયું કેમ એટલા ઢીલા છો બેન,
મને કહે મારી દીકરી ની સગાઇ તૂટી ગઈ ,આમ તો ઘણા દર્દી આવીને એમની અંગત જીવન નું share કરતા હોઈ પણ હું બહુ પુછુ નહિ, મારાસ્વભાવ માં એ નહિ પરંતુ પછી મને કહે બેન, તમારી વાત જો એ સમયે માની હોત તો આવું ના થાત . પછી બિચારા ખુબ રડવા લાગ્યા . પછી એમને ચા પીવડાવી, અને શાંતિ થી વાત સાંભળી .
                નીલાબેન ની દીકરી આયેશા ખુબ રૂપાળી હતી, અને ખુબ જ સરસ સ્કીન અને વાળ થી એમ કહું કે she was  blessed. પણ છેલે લગભગ એક વર્ષ પહેલા તે આવી હતી અને એક ચકામું હતું હાથમાં , એ જોઇને મને ખ્યાલ આવી ગયો હતો ક આ psoriasis ની શરૂઆત છે, એ લોકો ને ગભરાવાનો મારો કોઈ ઈરાદો ના હતો પણ એક ડોક્ટર તરીકે મારી ફરજ હતી એટલે મેં કહ્યું ક આ neglect ના કરશો।, શરૂઆત થી જ ધ્યાન રાખશો તો મટી જશે।
                 પણ એ વખતે આયેશા પણ ખુબ immature અને નીલાબેન એ પણ ખાસ ધ્યાન ના આપ્યું। અને દીકરી ઉમર લાયક હોવાથી તેના માટે છોકરા જોવાનું પણ ચાલુ હતું, પણ એ ચકામું વધતું ગયુ। અત્યારે નીલા બેન સામે બેઠા હતા અને મને બધું યાદ આવ્યું . હવે નીલાબેન એ કહ્યું , આયેશા ની સગાઇ એક છોકરા સાથે કરી હતી પણ હમણાં જ ફોક કરી કારણ કે એને બંને હાથ પર અને પગ પર psoariasis સ્પોટ થઇ ગયા હતા। થોડી વાર માટે મનેગુસ્સો આવી ગયો
 પણ આપણી ભારતીય સંસ્કૃતિ ના નામે કેટલાક લોકો આપણા  emotions સાથે રમતા હોય છે।
ખુબ ડિપ્રેસ થયેલી આયેશાને મેં ફોન પર સમજાવી.
ખુબ challenging કામ હતું કારણ કે પેશન્ટ mentally પણ એટલુજ disturbed હતું।
જરા જલ્દી result મળે એ જરૂરી હતું અને એને પહેલા ખુબ જ steroids પણ લીધેલા હતા।
સૌથી પહેલા એને પચકર્મ માં માનું એક કર્મ - રક્તમોક્ષણ શરુ કર્યું।
નીલાબેન ને advice આપી કે આયેશા નું બધુજ જમવાનું ગાય ના ઘી માં વઘાર, તેલવાળું સંપૂર્ણ બંધ.
અને આયુર્વેદિક દવાઓ જેવી કે મહામાંન્જીષ્ઠાદી ઘન વટી , લાઘુવાસંત માલતી અને  stress relief માટે જટામાંસી પાઉડર આપ્યો અને પરેજીમાં ટામેટા ,કાંદા - લસણ, શીંગ-high protein foods બંધ કરાવ્યા
લગભગ 6 મહિના પછી તેનામ 80% જેટલો ફર્ક હતો.
અને આયેશા માં ઘણો confidence પણ હતો . અમે પછી બાદ માં એ જ ચર્ચા કરતા હતા કે જે થયું એ સારું જ થયું કારણ કે જીવનભર નો જો સંબંધ 3 ઇંચ ના ડાઘ થી જો તૂટી જાય એના કરતા એ સંબંધ ના હોય એજ સારું.

contact: Dr Kinshuk Hirpara - drkinshuk86@gmail.com